રોબર્ટ
રોબર્ટ
રોબર્ટના આગમનને પણ હેતથી પોંખવા લાગી,
સમય સાથે બદલતા લાગે છે હવે આ જિંદગીએ રમત કરવા લાગી,
મારી જ સર્જનશક્તિને હવે પડકાર કરવા લાગી,
શેષ પડેલા આ સમયગાળાને પણ પ્રેમથી ફંફોસવા લાગી,
કેટલાય નાતાના દોર ખેંચતાણ કરતી,
અંત સમયને હવે હેતથી ચાહવા લાગી,
કોણ કહે છે મૃત્યુ અવાવરું સ્થળ છે,
નીરખી ને જુઓ તો ખુશીઓય ભરપૂર છે,
ઈશ્વરની આ અજોડ દુનિયા નિહાળવા આતુર,
લાગે છે હવે એને જ પ્યાર કરવા લાગી,
અંકોની ગણના તો આવરદા સુધી થઈ,
અગણ્ય હિસાબોની કેવળ ખિતાબ જ જોઈ,
કંઈક વાંચવા ને સમજણની હારમાં,
જિંદગી પણ હવે બેતાજ બનવા લાગી,
કેટલુંય ઝડપ્યું ને કેટલુંય ખોયું,
અંતરની આડમાં છૂપું કેટલુંયે શોધ્યું,
મેધાને વિસ્તરણે ભાવેશ આધુનિક ઊંઘમાં,
શ્વાસોને સથવારે લાગે છે હવે જિંદગીય રમત કરવા લાગી.
