STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama

4  

Ashuman Sai Yogi Ravaldev

Drama

રંગમંચ

રંગમંચ

1 min
439

મહાભારત ને રામાયણમાં અકળાવ છું,

જોને જીંદગી છે રંગમંચ, રોજ નચાવે છે,


ફકરા મૂકે છે ને, માંડ શબ્દો સમેટી શકું છું,

જોને જીંદગી છે પાટી, રોજ એક ઘુંટાવે છે,


સ્વભાવ સાચવી રોજ, સંબંધ ચીતરુ છું,

જોને જીંદગી છે સમાજ, રોજ દઝાડે છે,


લાગણીઓ રોકી,એકલતામાં દરિયો ભરું છું,

જોને જીંદગી છે નાટક, હસતા મુખે જીવાડે છે,


રોકી 'આશુ'ને મનોમન ખારાશ પચાવું છું,

જોને જીંદગી છે રણ, મૃગજળથી મનાવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama