રંગલી
રંગલી
બહાવરી બનીને રંગલી શોધે રંગલા ને ગલી ગલીમાં,
કોઈ એ જોયો મારો રંગલો, ક્યાંય જોયો આ ગલીમાં.
કાળા કાળા કર્લી વાળ, ગોરો ગોરો વાન,
મજબૂત બાંધો, સપ્રમાણ શરીર, ઉજળો છે વાન.
રંગભર્યો રંગીલો આ રંગલો ચાલે લટકતી ચાલ,
આંખમાં છે તેજનો ચમકારો, જોયો કોઈએ એવો રંગલો...
