Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Monika Patel

Inspirational

4  

Monika Patel

Inspirational

રંગારો

રંગારો

1 min
382


નિત નવા રંગો જીવનમાં ભળ્યા છે જયારથી,

મારો જન્મ સફળ થયો છે સમજો ત્યારથી,


માતાએ આશીર્વાદના રંગ ભરી જીવન મહેકાવ્યું,

પિતાએ સારથી બની આ ગાડી સંભાળી ત્યારથી,


શિક્ષકે તો કઠિન માર્ગમાં દોડતા શીખવ્યું જ્યારથી,

અનુભવે પોતાના રંગ ભરી લડતાં શીખવ્યું ત્યારથી,


આ જીવનમાં મારા ગુરુજીનું સ્થાન જ અનેરું છે,

કારણકે મારા ભીતરની શાંતિ મને મળી છે ત્યાંથી,


પ્રેમ,સમર્પણ ને સહકારની તેને ઉપમા આપી દઉં,

એવી જીવનસંગીનીનો સાથ મને મળ્યો છે જ્યારથી,


બાળક, પુત્ર, પિતા તરીકે બધા જ રંગો મેં જોયા છે,

વિચાર માત્ર એટલો જ, કે રંગ ભરનારો આવ્યો ક્યાંથી,


પૂછું એક અંગત સવાલ આ જગતના તારણહારને,

આ જીવનો 'રંગારો' કે'વાનો હક તને મળ્યો છે ક્યાંથી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational