STORYMIRROR

Monika Patel

Classics

3  

Monika Patel

Classics

વ્યથા

વ્યથા

1 min
213

હૃદયની ઉથલ પાથલ મેં પાંપણમાં દબાવી રાખી છે, 

સૌના શબ્દો વચ્ચે મેં મારી એકલતા દાટી રાખી છે,


મુર્જાયા પછી પણ ફૂલની સુગંધ હજી અકબંધ છે,

જોને, મહેક નીચે ફૂલે તેની વ્યથા દબાવી રાખી છે,


અશ્રુઓની સાથે ક્યાંક વહી ન જાય તારી મીઠી યાદો,

માટે સ્મિત પાછળ મેં મારી વ્યથા દબાવી રાખી છે,


ચટણીની જેમ રંગીન હતી તારી અને મારી પ્રેમકહાની,

ખાટી, મીઠી અને તીખી મસ્ત મજાની હતી જિંદગાની,


પ્રેમની આ ચટણી પર અવિશ્વાસની પરત જામી ગઈ,

ખબર નહીં આપણા જીવનને કોની નજર લાગી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics