STORYMIRROR

Dilip Ghaswala

Drama

3  

Dilip Ghaswala

Drama

રમત આદરી છે

રમત આદરી છે

1 min
396

કળીઓને બસ છેતરી છે વસંતે,

ગજબની રમત આદરી છે વસંતે,


ધોળે દિવસે તારાઓ દેખાડી ને,

કોમળ જાત ને વેતરી છે  વસંતે,


કળી તો શરમથી બિડાઈ ગઈ ને,

પવનની અગન નિતરી છે વસંતે,


વફાની કરી વાત ફૂલે..ખરી ને,

શૂળોની પથારી કરી છે વસંતે,


કુસુમવત અભાવે ઘડાયો છું દિલીપ,

પર્ણ પીડા ઉભરી છે વસંતે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama