રજૂઆત ના થઈ
રજૂઆત ના થઈ
કદી પણ ગગનમાં પૂનમ રાત ના થઈ
તમારી અમારી મુલાકાત ના થઈ
નજરથી નજર ચાર થઇ તો હતી પણ
જીગરથી જીગરની પૂરી વાત ના થઈ
સમંદરને મળવા નદી દોડતી’તી
પહાડોની શરમે રજૂઆત ના થઈ
તડપ દર્દ પીડા જીવન છે ઝુરાપો,
સખા, તમ વિના રાત રળિયાત ના થઈ

