રીસામણા
રીસામણા


હું મારી જાતને ઘડવા જાઉ છું,
શબ્દો રૂપી માટીથી,
શાહી રૂપી જળથી,
નરમ મુલાયમ પીંડ,
બનાવું મારી જાતનો,
પીંડ રૂપી મારો આતમ
ને હું ને તું બને,
પહેલી વાર, ગોંરભાયેલા
આકાશી, વાદળો,
ને ખૂશ્બુથી કહેતી,
હું ને તુંની વાતો,
તારુ પ્રેમ ભયુૅ આંલિગન માંગું,
સારસ બેલડીની જોડી,
દીયા -બાતી રુધિર રંગમાં,
જેમ સોયમાં દોરો પરોવાય,
એમ હું ને તું જાણે,
થોડું હું રિસામણા કરુ,
થોડું તું મનામણા કરે,
ઝીણી ઝીણી વાતો કેમ કરી ભૂલવી ?
એ જિંદગી મજાની તું ને હું,
થોડા સપનાં, થોડી ઈચ્છાઓ,
થોડી વાતો લાવી,
રંગ કલ્પનાઓ વાસ્તવિક લાવી,
એક જાતની ભીતર
થનગનાટ લાવી,
તારી સામે હું બિલકુલ,
ખાલી હાથે આવી,
તું સામે આવીને બાહોમાં લઈ લે,
આગળ વધવું રસ્તામાં જો સાથ,
ટાઢને તડકા ને ,
ઓટ ને ભરતી ને,
હર્ષને ઉલ્લાસથી ભરી લઈએ,
જેમ રાત ઊતરી,
એક મેક ને ભરી લઈએ બાથમાં,
એમ તું નેે હુંની જીંદગી,
વિતાવઈએ સંગ.