STORYMIRROR

SHEFALI SHAH

Inspirational

4  

SHEFALI SHAH

Inspirational

રિચાર્જ કરી લઈએ...

રિચાર્જ કરી લઈએ...

1 min
366

ચલને ફરી એકવાર મિત્ર બની જઈએ,

આપણા સંબંધને થોડું રિચાર્જ કરી લઈએ,


વાતેવાતે એકબીજાને જજ કરવાનું છોડી,

બસ ખાલી જોઈતો સાથ આપી જીવી લઈએ,


અમથું અમથું હસવું ને લાંબી લાંબી વાતો,

સમયની સીમા એમ જ પાર કરી લઈએ,


જવાબદારી નીચે દબાયેલા આ સંબંધને,

જીવંત કરી હળવાશની પળ જીવી લઈએ,


થોડી હું પાછી વળુ ને થોડો તું વળ મારા તરફ,

મિત્ર બની ફરી નવું બિગીનિંગ કરી લઈએ.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Inspirational