STORYMIRROR

Gunvant Upadhyay

Drama Tragedy

3  

Gunvant Upadhyay

Drama Tragedy

રહ્યું છે

રહ્યું છે

1 min
13.4K



સૂકાં સાથે લીલું ય બળતું રહ્યું છે;

નયન વાટે હૈયું નીકળતું રહ્યું છે,


પરાપૂર્વથી એજ બાજી ને ચોપાટ-

ઘરે સોગઠું રોજ મળતું રહ્યું છે,


ઉપરથી દિસે છે બધું શાંત કિન્તું;

ભીતર કોઈ કાયમ કકળતું રહ્યું છે,


વિવશતા, વલોપાત મન સાવ ઋજું,

ગઝલ પાત્ર અક્ષયથી ગળતું રહ્યું છે,


સતત એવું લાગે કે કીર્તિનું તોરણ,

સૂકાં પાંદડાં થઈને ફળતું રહ્યું છે,


નથી આંખ કોરી ય રાખી શકાતી,

ઊનું તારું આંસુ ત્યાં ભળતું રહ્યું છે,


સપન શ્વેત વસ્ત્રોને ધારણ કરે છે,

હજું ક્યાંક કોઈ રઝળતું રહ્યું છે!


Rate this content
Log in

Similar gujarati poem from Drama