Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

રઘુવીર રામ તમે

રઘુવીર રામ તમે

1 min
226


ભારતવર્ષ આજે ઝંખે આવો રઘુવીર રામ તમે,

પાપાચારથી દિલ ડંખે આવો રઘુવીર રામ તમે,


અંતરે ઉમટ્યાં પૂર પ્રેમનાં તવ દર્શન કાજે પ્રભુ,

કવિગણ કેટકેટલું લખે આવો રઘુવીર રામ તમે,


લાલસા દર્શન તણી દિનપ્રતિદિન વધતી જાતી,

રામરાજ્ય યાદે હરખે આવો રઘુવીર રામ તમે,


પ્રમાણિકતાને સત્યપ્રેમે જીવન જેણે દીપાવ્યું,

ને રોમેરોમ તો પુલકે આવો રઘુવીર રામ તમે,


કેવળ પ્રગટવું ના પર્યાપ્ત જનમાનસે તમે વસો,

ના તવ સમ હોઈ શકે આવો રઘુવીર રામ તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational