રાવણ
રાવણ


રાવણ તો એકલો ખાલી, સદીઓથી બદનામ થયો છે,
વિચારો તો, અહીં, માનવ પણ ક્યાં રાવણથી ઓછો છે.
દસ માથા, મદથી ભરેલા, એના ભલે જગ કુખ્યાત છે,
અહીં તો એકમાં પણ, એથી વધારે ખદબદતા કુવિચાર છે,
ચેતવ્યો ઘણાએ, પણ સીતાહરણ, એના અંતનો અણસાર છે,
સમજી જાય તું જો સમયસર, તો અંત હજી તારો સુધારી શકાય છે.
પનારો પડ્યો શ્રીરામ સાથે 'નિપુર્ણ', રાવણ એટલો નસીબદાર છે,
દેવ નહીં મળે તને કોઈ, રાવણો જ ખદબદે છે અહીં, તું શાનો ઍતરાય છે.