STORYMIRROR

Sheetal Bhatiya

Romance

4  

Sheetal Bhatiya

Romance

રાતના શયનમાં

રાતના શયનમાં

1 min
391

અલકમલક નયનોમાં જ્યારે, 

એક વસે છે રળિયામણું સપનું !

પાંપણો એને સમેટી લે છે,

ત્યારે લાગે છે કોઈ સાથે છે પોતાનું !

રાતના શયનમાં...


બંધ નયનોના સપનામાં પણ,

પ્રિયે ! તું હોય શામિલ જ્યારે ! 

ખુલ્લા નયનોથી નજર આવે,

રંગોના મેળા રંગીલા ત્યારે! 

રાતના શયનમાં...


ચાંદ-તારા તો છે રુપેરી રંગે,

આ કાળી કામણગારી રાતની કવિતા !

ધડકતા હદયે તસ્વીર તારી ને 

'સ્વપ્નીલ' નયને મધુર ઝણકારે તો 

સ્વપ્નભરી રાત થઈ સવિતા !

રાતના શયનમાં...


Rate this content
Log in

Similar gujarati poem from Romance