STORYMIRROR

Lata Bhatt

Tragedy

3  

Lata Bhatt

Tragedy

રાત પડે ને

રાત પડે ને

1 min
493


રાત પડે ને રડતું શહેર,

અંધારે આથડતું શહેર.


વાદળનું સહેજ ઠેબુ વાગ્યું,

સૂરજ ગયો પશ્ચિમે દડતો.

ચહેરા પરનું મહોરુ ફેકી,

આદમ ઊઠ્યો આળસ મરડતો,

વર્તાવે એ કાળો કેર

રાત પડે ને રડતું શહેર,


શંકર ઉર્ફે, મુન્નો ઉર્ફે

રોજ્ રાતે નવુ નામ ધરતો

ખાદીનો લિબાસ પહેરી,

ચુંટણી ટાઇમે જંગમાં ઉતરતો,

ખાખી વર્દીની તેના પર મહેર,

રાત પડે ને રડતું શહેર.


પશ્ચિમનો વાયરો ફૂંકાયો,

પૂરવનું યૌવન ચડ્યું ઝોલે,

ડિસ્કો તાલે નાચે સૌ,

ભૂલી ભમ ભમ્ ભોલે

ગંગામાં ઠલવાય ગટરની નહેર,

રાત પડે ને રડતું શહેર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy