રાસ રમવો છે મારે
રાસ રમવો છે મારે
શરદ પૂનમની રાતડી આવી,
આનંદ અને ઉલ્લાસ લાવી,
તારી જ વાટલડી જોવાય,
તુજ સંગ રાસ રમવો છે મારે.
સૂરત તારી મુજને, લાગે સોહામણી,
કજરાળી આંખ તારી, લાગે જાદુની છડી,
અધરોથી શબ્દો લહેરાય,
તુજ સંગ રાસ રમવો છે મારે.
લટકાળી ચાલ તારી, લાગે લોભામણી,
છૂમ છનન પાયલ તારી, લાગે છે મધુરી,
તેને સાંભળી મનડું હરખાય,
તુજ સંગ રાસ રમવો છે મારે.
ભાલ ઉપર બિંદી, લાગે ખૂભ ન્યારી,
રાસ રમવાની છટા, લાગે અતિ પ્યારી,
તેને જોઈ મન મારૂં લલચાય,
તુજ સંગ રાસ રમવો મારે.
રૂપ તારૂં જોઉને, ધડકન વધી દિલની,
ધડકનના તાલ સાથે,"મુરલી" વગાડું પ્રેમની,
તારૂં રૂપ જોઈ ચાંદ પણ શરમાય,
તુજ સંગ રાસ રમવો મારે..
