STORYMIRROR

Neha Desai

Inspirational Others

4  

Neha Desai

Inspirational Others

રાખું છું

રાખું છું

1 min
184

ભુલીને સૌ ભેદભાવ, હોળીનો એક, ખયાલ રાખું છું,

રંગે જે ખુદને પ્રેમમાં, એ ગુલાબી, ગુલાલ રાખું છું !


ક્રોધના પીળા, અને લાલ રંગને, મુઠ્ઠીમાં રાખું છું,

શાંતિ લાવે ચિરકાળ, સફેદ રંગને, પાસ રાખું છું !


હરિયાળા એ લીલા રંગની, ગઝલ ખાસ રાખું છું,

દિલને ગમી જાય, એવાં શબ્દો સુંવાળા, લાલ રાખું છું !


રંગોળી લાગણીઓની, ગુલાબી રંગથી, પુરી રાખું છું,

ખુદને જે ગમે, એ રંગ “ચાહત”નો, ખાસ રાખું છું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational