STORYMIRROR

Kalpesh Vyas

Inspirational

3  

Kalpesh Vyas

Inspirational

રાજનીતિ સંબંધમાં ન આણીએ રે!

રાજનીતિ સંબંધમાં ન આણીએ રે!

1 min
349



એક હકિકત આજે આપણે જાણીએ રે

રાજનીતિ સંબંધમાં ના આણીએ રે

દિલની વાતોને દિલથી સૌ માણીએ રે,


વિરોધીઓ હંમેશા વિરોધ કરશે રે

સમર્થકો સમર્થન સદા કરશે રે

વિવાદોને વચ્ચે શા કાજે આણીએ રે?


મતભેદ વિચારોનાં ભલે રાખીએ રે

મનભેદ આપણે શા કાજે રાખીએ રે?

મગ સંબંધનાં ચઢાવીએ પાણીએ રે!


ચાલો નવાં પાઠ સંબંધોના ભણીએ રે

લાગણીઓનું ગણિત પણ ગણીએ રે

ચાલો ભાવનાઓનાં ચણતર ચણીએ રે


રાજનીતિ સંબંધમાં ના આણીએ રે

રાજનીતિ સંબંધમાં ના આણીએ રે



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational