STORYMIRROR

Heena Pandya (ખુશી)

Romance

5.0  

Heena Pandya (ખુશી)

Romance

રાહ જોઉં છું.

રાહ જોઉં છું.

1 min
947


એમના આવી જવાની રાહ જોઉં છું.

એ પછી ફાવી જવાની રાહ જોઉં છું.


ખોબલામાં હાસ્યને થોડું વિખેરીને,

મોલને વાવી જવાની રાહ જોઉં છું.


જો ઉભી છું જળ લઈને રાહમાં,

પાત્ર પકડાવી જવાની રાહ જોઉં છું.


દૂર કરવી છે બધીયે કરચલીઓને,

લાગ તફડાવી જવાની રાહ જોઉં છું.


એક મોટું પોટલું બાંધી "ખુશી" રાખી,

સ્હેજ સરકાવી જવાની રાહ જોઉં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance