STORYMIRROR

KRUPA SHAMARIYA

Romance Tragedy

3  

KRUPA SHAMARIYA

Romance Tragedy

રાધાનો પ્રેમ યાદ આવશે

રાધાનો પ્રેમ યાદ આવશે

1 min
764

અધરે ધરશે વાંસલડી ત્યારે કાના, રાધાના પ્રેમભર્યા અધર યાદ આવશે તને, 

કાળી કાળી કામળી ઓઢીશ ત્યારે કાના, રાધાની હૂંફ ભરી ઓઢણી યાદ આવશે તને. 


તારી હવેલી રોજ ટેરો લાગે ત્યારે રાધાજીના ઝાંઝર નો મીઠો નૂપુરનાદ યાદ આવશે તને. 

સ્વર્ણના સિંહાસને રોજ તુંં બિરાજે પણ કાના, બેસે તું કદમની ડાળે તો વ્હાલી રાધા યાદ આવશે તને. 


રાજમાર્ગ પર ચાલતા તને ક્યારેય ઠોકર નહિ વાગે પણ કાના, વાગશે તને કાંકરી તો રાધા યાદ આવશે તને.

દ્વારકાધીશ ને હજારો રાણીઓ પ્રેમ કરતી હશે પણ, જયારે કાનો બનીને વિચારીશ ત્યારે રાધાનો પ્રેમ યાદ આવશે તને. 



Rate this content
Log in

Similar gujarati poem from Romance