STORYMIRROR

Hemisha Shah

Abstract Romance

3  

Hemisha Shah

Abstract Romance

રાધા શ્યામ

રાધા શ્યામ

1 min
246

ચાંદ વાદળ મહીંથી ડોકાયો છે 

કહેવા કશું મને રોકાયો છે 


વાત આતો ગોકુળીયા ગામની 

ચાંદ કહે વાત રાધા શ્યામની 


સોળે શણગાર સજ્યા રાધા રાની એ 

આજે આખરી રાત રાસ રમશે દીવાની એ 


વિરહ વેદના હૃદયે ભરી

હસ્તે મુખે રાધા શ્યામ ને જડી 


શ્યામ હૃદયે રાધા એક જ મળી

કેમ કાલે જાવશે ગોકુલ છોડી 


મોરપીંછ શણગાર શ્યામ તણો 

કેમ ભૂલાશે ? યાદ આવશે ઘણો


ઘેલી રાધા એ રાસ રમ્યો એવો 

શ્યામ કહે "માંગ કૈક આજે શણગાર એવો"


રાધા કહે "કેમ કરી ભૂલું તને 

વાંસળીના સૂરે પૂજું તને"


નટખટ કહાન સમજ્યો વાત સારી 

આપી વાંસળી રાધાને જે જીવથી વહાલી


કહે શ્યામ "છોડ્યા આજથી વાંસળીના સૂર

"રાખ તારી પાસે...નહિ થાઉં તારાથી દૂર


આજથી આ વાંસળી તારો શણગાર 

હૃદયે ચાંપે તો થશે શ્યામ હૃદયે રણકાર

 

ગમતો શણગાર સોંપીને તને જાઉં છું 

ને કાલથી વાંસળીના સૂર ભૂલી જાઉં છું "


હૃદય વેદના બંનેનાં હૃદયે અપાર 

વિરહ કાજે શ્યામે છોડી વાંસળી ને 

રાધાએ સોળે શણગાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract