રાધા મીરાંનો પ્રેમ
રાધા મીરાંનો પ્રેમ
રાધાનો મુરલીમોહન, મીરાંનો ગિરધરગોપાલ,
પ્રેમ તો બંનેનો એક જ...
રાધા શોધે વૃંદાવનમાં, મીરાં શોધે મંદિરમાં,
શોધ તો બંનેની એક જ...
રાધા સાથે રાસ રમે, મીરાં સાથે કીર્તન કરે,
સાથે રમનાર તો એક જ...
રાધા છે હૃદયાની રાણી, મીરાં ભક્તોની રાણી,
છતાં પ્રેમ તો એક જ...
રાધા પ્રેમની દિવાની, મીરાં દર્શનની દિવાની,
ચાહત તો બંનેની એક જ...
રાધાને વિરહની વેદના, મીરાંને મળવાની વેદના,
વેદના તો બંનેની એક જ...
રાધા મોરલીની દિવાની, મીરાં એકતારાની દિવાની,
દિવાનગી તો બંનેની એક જ...
રાધા પ્રેમના પારખા આપે, મીરાં ભક્તિના પારખા આપે,
છતાં જીત તો બંનેની એક જ...
રાધા અને મીરાં ના પ્રેમની કસોટી લીલા છે કાન્હાની,
બાકી રાધાને અને મીરાંને ક્યાં જરૂર હતી પ્રેમની સાબિતી આપવાની.