રાધા કૃષ્ણ મિલન
રાધા કૃષ્ણ મિલન
એ દ્રશ્યો હજી રાધાને નજર સમક્ષ અચળ વહે છે,
કિશનની જયકારી કાજે ગોકુલની ગાયો ઘેલી થાતી.
મિલનના એ દ્રશ્યો કિશનને મને પણ તાજા જ હશે,
રાધાના અંતરમાં મુરલીધરે અપાર લીલા જે સર્જી'તી.
ગોપીઓ કે રાણીઓ સંગ કાનો વૃંદાવને રાસ રચાવે,
છતા રાધા વિના શ્યામની મુરલી તરસી તો જાતી.
પ્રેમ અમાપ અને નિસ્વાર્થ ભર્યો; અંતરે ઊર્મિ ઘણી,
કાગડોળે રાહ જોતી રાધા કિશનમિલનથી ઉન્મત થાતી.
રુક્મિણી બનવાનો અફસોસ રાધાને મન કદી ન રહે,
કેમ જે-કિશન સાથે છેવટે રાધા નામ જ પ્રયોજાશે.