આદત છે
આદત છે
1 min
447
આંખોના ઊંડાણમા ઉતરીને,
આળોટવાની આદત છે,
તળીયે મળ્યા તો તરી જાશુ.
અણધાર્યા અંધકારની,
વાચા ઉકેલવાની આદત છે,
સમજી શક્યા તો ઉગરી જાશુ.
દિલમાં કોઈક ભ્રમ,
સાચવી રાખવાની આદત છે,
સાચો ઠર્યો તો ભ્રમ ભણી જાશુ.
ઋણાનુબંધનું સામયિક સરવૈયું,
તપાસવાની આદત છે,
તાળો ન મળે; ઉરે તોયે હળવા થઈ જાશુ.
