અધૂરું મૈત્રીકાવ્ય
અધૂરું મૈત્રીકાવ્ય


ક્ષણોની હાજરીથી સ્મરણ બની ગયું,
અપ્રાપ્તિનું મખાંતર સમજવું રહી ગયું.
લાગણી અને પ્રેમથી છલકતું હૈયું,
સઘળી વાતો વ્યકત કરતા રહી ગયું.
મૈત્રીના દરેક પ્રશ્નનો જવાબ હતા અમે,
પણ વિશ્વાસની રુ એ પૂછવાનું રહી ગયું.
દિલથી દિલનો સબંધ અતિ ઊંડો છતાં,
કાચ સમું તૂટ્યું કેમ એ જોવું રહી ગયું.
વર્ષોથી બંધાયેલ અતુટ એકગાંઠમાં,
અંતરાયનું સબબ જાણવુ રહી ગયું.
અન્યત્ર દ્રઢતા વધારવા જતા,
તે ગાઢ યારબાજીનું સંતુલન રહી ગયું.
જાણ્યું, જણાવ્યું, સમજ્યું સઘળું,
પણ હજી કોઇ અંજાન રહી ગયું.
અનુકત મનોવ્યથા સમજાવવામાં,
મિલિનું મૈત્રીકાવ્ય અધૂરું રહી ગયું.