આદત છે
આદત છે
હા, હજી આદત છે મને,
જૂના થોથા ફંફોળવાની;
પીળારચક પ્રુષ્ઠોમાંથી,
લીલી લાગણીઓ તારવવાની.
ક્યાંક મારા જ ટાંકેલા શબ્દો,
ફરી ફરી વાગોળવાની;
ખુદ સાથે ગુફ્ત-ગુ કરી,
અંતરના ઊંડાણમાં ડૂબવાની.
અકથિત વૃતાંતમાં,
મોકળા મને ચુપચાપ વહેવાની;
માયિક જાળમાંથી ઉગરીને,
કર્મ બંધન જ ખેડવાની.
નિસ્વાર્થભાવે નિર્મળ હાર્દ અર્પી,
સાત્વિકતામાં રહેવાની;
શાબ્દિક જંજાળ નેવે મુકી,
અન્યને હૂંફ દેવાની.
શુષ્ક સંબંધોમાં સતત સ્નેહરૂપી,
ભિંજાશ સિંચાવાની;
સ્વ પ્રાથમિકતા એળે રાખી,
અન્યને આનંદિત કરવાની.
સ્વબળે આકરા રસ્તા ઓળંગી,
નિશ્ચિત મુકામ પામવાની;
છતાં આદત હજી છે મને,
પ્રેમમાં સમર્પિત થવાની.