STORYMIRROR

Miloni Hingu

Others

4  

Miloni Hingu

Others

સંભ્રમ

સંભ્રમ

1 min
483

એક એવો દિવસ,

જ્યાં છતાં સૂરજે રોશની અલભ્ય છે,

એક એવી રાત,

જ્યાં ભર્યા ગગનમાં ચાંદનીનો અભાવ છે


આંખોનું એક ચોમાસું,

જેને દુકાળનો અભિશાપ છે,

સંવેદનાનું એવું સમીકરણ,

જેને વૈજ્ઞાનિક ઘાત છે,


દિલની એવી લાગણી,

જેને અકાળે મર્યાનો આઘાત છે,

દુરંદેશીની એક ગાથા,

જેથી મનને સહદેવસમો ઉદ્વેગ છે,


તરુણ એવી જવાબદારી,

જેને અકાલપક્વ શીર્ષ છે

હૈયાની એવી જ્વાલા,

જેને સમાવવા રજીમાં ઘર્ષ છે,


એક એવો દિવસ,

જ્યાં છતાં સૂરજે રોશની અલભ્ય છે,

એક એવી રાત,

જ્યાં ભર્યા ગગનમાં ચાંદનીનો અભાવ છે


Rate this content
Log in