પ્યારની રંગત
પ્યારની રંગત


મનખો મળ્યો આ માનવરૂપે,
અનેકાનેક લાગણીઓની વિસાતે,
બસ દિલ પર લેવાઈ જાય છે,
વિસામો સમ પ્યારની રંગત,
આ કૂણાં મનને લલચાઈ વાચા,
બસ આવી છે લાગણીઓની ભાષા !!
અજાણ્યાની પીડા પણ સ્પર્શે,
એવી આદત મુજ દિલને પડે,
છતાંય મનમાં દર્દ થાય છે,
ખુદા જાણે સારા નરસાની વ્યથા,
બસ એમ છોડાતી નથી ચિંતા,
બસ આવી છે લાગણીઓની ભાષા !!
આદત મારી ખરી કે ખોટી,
એની મને સમજ ન કદી પડે,
કોઈની વ્યથા સ્પર્શી જાય છે,
ઘણી ઠોકરો લાગ્યાં છતાંય,
ના બદલાઈ સ્વભાવની વ્યાખ્યા,
બસ આવી છે લાગણીઓની ભાષા !!