STORYMIRROR

Alpa Vasa

Inspirational Romance

3  

Alpa Vasa

Inspirational Romance

પ્યારી હોળી

પ્યારી હોળી

1 min
13.9K


આવી..આવી..(૨)
અરે, આવી.. આવી..
હોળી આવી.....

મેઘધનુનાં રંગ લાવી....(૨)
થઈ ગયાં સહુ,
એક દિ'નાં કાના-ગોપી...
આવી.. આવી.. 

પ્રેમ બાંધી, સંગે લાવી....(૨)
ઉડાડ્યો એ ફૂંક મારી,
સૂકા દિલે થઈ હરિયાળી...
આવી.. આવી..

હરખાતી મલકાતી આવી....(૨)
લાલ રંગનું પાણી જાણે,
હિમાલયથી ગંગા નિકળી...
આવી.. આવી.. 

કેસુડો મહોરી લાવી....(૨)
નાનું- માટું નહીં કોઈ,
સમાનતાની દુનિયા નિરાળી...
આવી.. આવી..

મદહોશીનું મધ લાવી....(૨)
પ્યારી પ્યારી લાગે સહુને,
અલગારી એની ફકીરી...
આવી.. આવી..

પ્રેમી દિલે ઉમંગ લાવી....(૨)
જુવાનીની સહુને,
પાંખો પહેરાવવા આવી....
આવી.. આવી..


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational