STORYMIRROR

Sharmistha Contractor

Fantasy

5.0  

Sharmistha Contractor

Fantasy

પવન છે

પવન છે

1 min
814


પવન છે, ગગન છે, મહકતો ચમન છે,

લહેરાય યાદો, પછી ક્યાં અમન છે.


વિચારી વિચારી જ ઝોલે ચડ્યું છે,

વગર કારણે મન તડપમાં મગન છે.


સરસ લાગણી છે અમારી-તમારી,

સમજફેર તોયે દિલોમાં સઘન છે.


કહી ના શકું હું સયત એજ ગાથા,

કહો, હું શું બોલું? હ્રદયમાં અગન છે.


હકીમો, તબીબો કરો કંઈ ઉપાયો,

ઉદાસી મઢ્યું આજ દિલનું ગગન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy