પવિત્ર વાણી
પવિત્ર વાણી
પ્રેમથી જગતમાં વધુ કશું નથી,
પ્રેમ જ રાખે છે દિલને પાસ,
કહેવાય છે સાથે કશું આવતું નથી,
પણ સંત કહે છે સાથે આવે સ્વભાવ,
પ્રેમથી બોલાયેલા શબ્દોની થાય અસર ઘણી,
સંતની વાણી પર હોય સરસ્વતીનો હાથ,
પવિત્ર વાણીની ગહેરી અસર થાય ત્યારે,
જ્યારે માથે કાળ ભમતો હોય,
જ્યારે માનવ સમજી જાય પ્રેમને,
લાગે જાણે આખી દુનિયા સુંદર.
