પૂનમની રાત
પૂનમની રાત
આવી રઢિયાળી પૂનમની રાત સખી,
કહી દે ને મનડાની એ વાત સખી.
જોને ઝુમે ચંદ્ર સંગ ગગન સખી,
જાણે ઝૂમે રાધા સંગ કાન સખી.
આવી રઢિયાળી પૂનમની રાત સખી,
કહી દે ને મનડાની એ વાત સખી.
જોને કર્યો શશીએ કેવો સણગાર સખી,
જાણે પહેર્યો નવલખ સિતારો હાર સખી.
આવી રઢિયાળી પૂનમની રાત સખી,
કહી દે ને મનડાની એ વાત સખી.
જોને ડોલિયા મહેરામણ ને સાગર સખી,
જાણે રમે કૃષ્ણ સંગ ગોપીશ્વર સખી.
આવી રઢિયાળી પૂનમની રાત સખી,
કહી દે ને મનડાની એ વાત સખી.
આવે નહીં આવી શીતલ રાત સખી,
મારા મનડાની તુ જ મિત સખી.
આવી રઢિયાળી પૂનમની રાત સખી,
કહી દે ને મનડાની એ વાત સખી.

