પુસ્તકમાં
પુસ્તકમાં
નમી લઉં નરસિંહ 'ને નર્મદને
મથી લઉં મરીઝ'ને મકરંદને..
જીવંત થાય મુત્સદ્દી મીનળદેવી
'પાટણની પ્રભુતા'ના પાને પાને,
ગુણિયલ કુમુદ 'સરસ્વતીચંદ્ર'માં
આદર્શ પ્રેમની ઝાંખી કરાવે,
'સાત પગલાં આકશમાં'
વસુધા ફરતાં ફરતાં પહોંચે,
મેળામાં ખોવાયેલી જીવી
'મળેલા જીવ' માં હૃદય ઠારે,
સંતુ 'લીલુડી ધરતી' માં
ચોતરફ સુગંધ પસારે...
પુસ્તકો માણસના જીવનમાં
નવી બારી ખોલી આપે !
