પુસ્તક
પુસ્તક
શક્યતા શબ્દોની સાથે,
ઊડ્યા આકાશે પુસ્તકોની પાંખે,
ભમ્યા જગ આખું, કલ્પના સાથે,
શબ્દના સથવારે પુસ્તકની પાંખે,
જગત સર્જન શબ્દ નાદ,
શબ્દ બ્રહ્મ થયાં પુસ્તકની પાંખે,
વિહરે જ્ઞાન સમુદ્ર જગતમાં,
જીવ માણે ભાવ પુસ્તકની પાંખે,
અગમ નિગમ સૃષ્ટિ માટે,
"રાહી" થાવ સવાર પુસ્તકની પાંખે.
