STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Fantasy Children

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Fantasy Children

પતંગિયાં

પતંગિયાં

1 min
504

પતંગિયાં, પતંગિયાં કેવા રંગબેરંગી પતંગિયાં (2)


કેવા ફડ ફડ ઊડે, પતંગિયાં,

જોઈ બાળકો થૈ થૈનાચે, પતંગિયાં, 

સૌ'ના મનમાં આનંદ જગાવે, પતંગિયાં, 

પતંગિયાં,પતંગિયાં કેવા રંગબેરંગી પતંગિયાં (2)


બાગમાં ગોળ ગોળ ઘૂમે, પતંગિયાં, 

ફૂલડે... ફૂલડે...સૂંઘે, પતંગિયાં, 

કલરની છોળ ઉઘાડે પતંગિયાં, 

પતંગિયાં,પતંગિયાં કેવા રંગબેરંગી પતંગિયાં (2)


બાળકોને રીઝવે રંગબેરંગી પતંગિયાં, 

આમ તેમ દોડે પકડવા પતંગિયાં, 

હાથ ના આવે, દોડાવે પતંગિયાં, 

પતંગિયાં,પતંગિયાં કેવા રંગબેરંગી પતંગિયાં (2)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy