STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

પતિની વ્યાકુળતા

પતિની વ્યાકુળતા

1 min
155

સવારે હું જાગું છું ત્યારે તારી,

સુંદર સૂરત દેખાય છે,

મધુર તારૂં સ્મિત નિહાળી મારી,

સવાર પણ સુધરી જાય છે,


તારા મુખ પર નિરાશા દેખાય તો,

દિલ મારૂં ધડકી જાય છે,

તારા મુખ પર મૌન જોઈ મુજને,

બપોરનો અહેસાસ થાય છે,


રિસાયેલી તુજને જોઉં તો મારૂં,

મન વ્યાકુળ બની જાય છે,

તને પ્રેમથી મનાવવામાં મારી,

સાંજ અશાંત બની જાય છે,


જો તું માની જાય તો સાંજ મારી,

સોળે કળાએ ખીલી જાય છે,

વગર તહેવારે સાંજનો સમય મારો,

મહા ઉત્સવ બની જાય છે,


તું જો ન માને તો મારા દિલમાં,

શિવરંજનીના સૂર રેલાય છે,

મુજને છોડી પિયર ચાલી જાય "મુરલી"તો,

રાત મારી અમાસ બની જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance