પ્રયત્ન
પ્રયત્ન
પ્રયત્નોની પરેડ હવે હારી ગઇ છે, તને ભૂલવાની હોડ જ્યારથી જારી થઇ છે,
વિચારોની વેલમાં બસ તુજ ગુંથાય છે, ને તને કોઈ બીજા સાથે જોઇ મન મારુ દુભાય છે,
રોકું છું જ્યારે આ દિલ ને તારા લવમાં પડતાં, ત્યારે ત્યારે આ દિલ ફ્રીફોલનાં લેસન દઇ જાય છે,
માંડ સમજાવું લાગણીઓને કે આંખ મારી આંસુઓની હોળી રમી જાય છે.
ખબર નથી તને મારા દિલની વ્યથા તો ખોટુ તો ખોટુ પ્રેમ છે કહી તો જા,
તારા માટે તારાઓની ધરતીને રંગીલું આસમાન સજાવી દઉ બે પલ મારી સાથે રહી તો જા.
ગુસ્સાની ગરમાહટ સાવ પ્રેમની હૂંફ બની જાય છે, જ્યારે તું ઘાયલ કરી એક માફી માંગી જાય છે.
સપના જોવું તો તારી સાથે સંસાર મંડાઈ જાય છે, ને ભાન આવે તો સપના તૂટવાનો અવાજ કાન બેહરા કરી જાય છે.
તને મળશે કોઈ રાજકુમારી એવ
ું તું હમેશા કહી જાય છે ને મને રાજકુમારી બનવાનાં શોખ ચઢી જાય છે.
તારી આંખોની અફીણી અને તારી અદા પર તો ફિદા થઇ જવાય છે, ને ક્યાંક રાત્રે મોડા તને યાદ કરતા હસી જવાય છે.
સુન્દર તો નથી પણ જોવું છું જ્યારે તને મારા મોં પર સરસ એક લાલી શોભી જાય છે.
સોનાની વસ્તુઓ મારો શૃંગાર ના બને પણ તારા નામનું કંકુ પાથિએ પરોવવાની ઇચ્છા થઇ જાય છે.
તારી ચિંતામાં પલ પલ દુ:ખમાં વીતી જાય છે, તો ક્યાંક તું થોડુ હસી દે તો મનને શાંતિ મળી જાય છે.
આશાની જ્યોત ક્યારેક પાર પડી જાય છે, જ્યારે તું પણ ક્યારેક મને મીઠું બોલી જાય છે,
પ્રતીક્ષાની ઘડિઓ હજી વિતતી જાય છે, કે મારો કૃષ્ણ મને હજી રાધા બોલાવવામાં વાર કરી જાય છે.
મારી આત્માને મળવું છે તારા અંતરથી, કે મારુ સપનું છે કે તું આ ઇચ્છા પુરી કરી જાય છે.