પર્યાવરણ અને ચંદ્ર
પર્યાવરણ અને ચંદ્ર


સંચરતો ચાંદ પ્રાણ નિશામાં
ઉજાળતો આકાશ ચારે દિશામાં,
શીત મધુર ચાંદની રેલાવતો,
નિ:સ્વાર્થ નિર્લેપ તેજ ફેલાવતો,
ઘનચક્કર અવનવો માનવી
વાતો કરે રોજ વળી અવનવી,
તેજ ભલે રહ્યું ચંદ્રની આ બાજુ
તિમિર એની સામે બાજુ ઘણું ઝાઝું,
નથી ત્યાં કાંઈ ફાંકવા તે જાણતો
મારે આંટા અગ્ન્યસ્ત્ર સવારી માણતો,
ને પછી વાતોના વડા એ ફાંકતો,
ઊડાડી ધૂમ્રસેર ઉજળી બાજુ ઢાંકતો,
જે નથી તે ત્યાં જઈ માંગતો
શીત મધુર ચાંદની રંગ ભાંગતો,
સંઘરતો પ્રાણ ચાંદ નિશામાં
ઉજાડતો આકાશ ચારે દિશામાં.