STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

પ્રયાસ

પ્રયાસ

1 min
357


સૂરજનું પહેલું કિરણ ભવિષ્યની મોટી આશ છે

બાકી જિંદગી એક વર્તમાનમાં જીવતી લાશ છે,


આ ભીડમાં અટવાઈ છે મારી એકલતા એકલી

ને બે ધડકન વચ્ચે આ કોનો મૌન અહેસાસ છે,


આ બેબુઝ ને રહસ્યમય ભટકન જિંદગીની,

જિંદગી 'સરાય'થી સ્મશાન સુધીનો પ્રવાસ છે,


આ શબ્દોમાં એક અવ્યક્ત ખામોશી બોલી રહી,

જે નથી કહી શકતો એ જ કહેવાનો પ્રયાસ છે,


એક "પરમ" આશ મને જન્મ જનમાંતરથી તારી,

તેથી જ તારી પાછળ મારા "પાગલ" શ્વાસોશ્વાસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance