STORYMIRROR

SHEFALI SHAH

Drama

3  

SHEFALI SHAH

Drama

પ્રતીતિ કરાવને

પ્રતીતિ કરાવને

1 min
401

છે ઈશ્વર તો તારી પ્રતીતિ કરાવને, આસ્થા વધે તારામાં, સાબિતી આપને.

કોઈ બાળ ના ઊંઘે ભૂખ્યું, ગોઠવણ કરને, તન ન રહે કોઈ ગરીબના ખુલ્લા, ચીર પુરને.

બુઢ્ઢા મા બાપને મળે પ્રેમ, આશિષ આપને, પ્રેમ ભાવ રહે લોકોના મનમાં, કરામત કરને.

ધરતી પુત્રને મળે સંતોષ, એવો મેઘ વરસાવને, હરિયાળી રહે ધરા, બધાને સદબુદ્ધિ આપને.

પશુ પંખી રહે શાંતિથી, એવી જગ્યા આપને, બધાના દિલમાં રહે તારો વાસ, ચમત્કાર કરને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama