STORYMIRROR

Dr. Ranjan Joshi

Romance

4  

Dr. Ranjan Joshi

Romance

પ્રતીક્ષા

પ્રતીક્ષા

1 min
174

તારા વિરહની વ્યથાથી વ્યથિત થવાય છે,

બસ એટલું જ મન વિચાર વમળોમાં અટવાય છે,


આમ તો છે સ્મિત સદા સર્વત્ર મુખ ઉપર,

તારી યાદથી અશ્રુઓનો મેળો ભરાય છે,


તું આવ્યો, આવશે કે નહીં એ તો ખબર નથી,

તારી પ્રતીક્ષામાં શ્વાસથી થાકી જવાય છે,


હદય તો છે લોખંડ પણ વિચારો બે-લગામ છે

'રંજ' છે મનથી થોડું છલકી જવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance