Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vallari Achhodawala

Tragedy

3  

Vallari Achhodawala

Tragedy

પ્રતીક્ષા

પ્રતીક્ષા

1 min
251


પ્રતીક્ષા કરે મન કોની

એ તો સમજી ન શકી,

દોડી મેળવવા ધન

પણ 

તેમાં ગુમાવી જિંદગી,


શોધે મન તો માન,

પણ 

એ તો ક્યાં સાચું મળે, 

ફંફોસે ઘરનાં ખૂણે ખૂણે,


સંબંધોની ભીડમાં સાચો પ્રેમ 

પણ 

એ તો વેચાય પૈસાની ભૂખે,

ઘસી નાંખી જિંદગી જેને માટે,

એ જ હવે સવાલો કરે,


એકલતાનાં પડછાયા વીતેલો સમય ફંફોસે,

અને 

વર્તમાન તોલાય ફરી એ જ દરવાજે,


કોઈ પોતાનું મળે તો,

એને ભેટીને દર્દ ઠાલવે

પણ 

આ દુનિયામાં પોતાનાં તો મહોરાં પહેરી તમાશો જુએ !


આ હૃદયમાં ભરાયેલો દાવાનળ,

ક્યારેક મને જ ભરખી લેશે,

ક્યાં ખાલી કરું એને,

જે સાચવીને એને ઠારે

જેથી ન હું બળું 

ન એ દાઝે,

અને હું થઈ જાઉં બિલ્કુલ શૂન્ય !

અથવા

જીવતી લાશ !


એક સંબંધ, ફક્ત મને સમજે

તો જ હવે જીવન ખીલે

બનાવટી ચહેરાનો ભાર,

કોણ હવે ઉપાડે !

હવે તો મન વલોપાત કરે,

બસ,

'તું તને જ સાચવ ' એમ કહે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy