પ્રથમ મુલાકાત
પ્રથમ મુલાકાત
ચાલી રહી હતી મસ્ત અદામાં,
ઠોકર લાગતા પટકી ગઈ,
હાથ ઝાલીને ઊભી કરી તો,
નજર તેની સાથે મળી ગઈ,
રસ્તા ઉપર નીચે પટકાતા,
પગમાં તેને ઈજા થઈ,
સારવાર તેના ઝખમની કરી તો,
નજર તેની સાથે મળી ગઈ,
મૌન ભાષામાં વાત ચીત થતાં,
શરમાઈને તે નીચું જોઈ ગઈ,
પ્રેમથી મુખ તેનું ઉપર કર્યું તો,
નજર તેની સાથે મળી ગઈ,
ઈશારો કર્યો પ્રેમથી તેને મે,
મને જોઈને તે લજ્જાઈ ગઈ,
તિરછી નજર મુજ પર નાખી તો,
નજર તેની સાથે મળી ગઈ,
હાથ મારા ઝાલી ભેટી મુજને,
પ્રેમની જ્યોત જગાવી ગઈ,
અમાસની રજનીને "મુરલી"
પૂનમની જેમ અજવાળી ગઈ.

