STORYMIRROR

Ranjitbhai Boricha

Romance

3  

Ranjitbhai Boricha

Romance

કદીએ ભૂલાય ના

કદીએ ભૂલાય ના

1 min
239

વરસાદ રૂડો આવે, યાદો તણું પુર લાવે,

જાગે આશા મિલન તણી,

છાંટો પડે ગગનેથી સુગંધ છે ભીની ભીની,

ખીલે રૂડી ફોરમ એની,

વિયોગને કહો જરા છેટો રેજે.


તું દૂર જાય ના કદીએ ભૂલાય ના,

છે સાથ જરૂરી તારો,

વિયોગને કહો જરા છેટો રેજે


કોરા મનડા કેરા ભીંજે સઘળા છેડા,

સામા પૂરમાં તરી જઈએ,

જૂની યાદોના વાયુ સંગે ઉડે દલડું ઉમંગે,

એકમેકમાં ભળી જઈએ,

મેઘલો મંડાણો જોને ઘનઘોર ઘટા ગાજે,

પ્રેમની એ ધારા અટકે નહિ.

વિયોગને કહો જરા છેટો રેજે.


મારું મનડું કહે સદા એમાં તું રહે,

એકબીજામાં વસી જઈએ,

ને મોસમની સાથે સહુ શમણાં રંગીન ભાસે

એ રંગોમાં પલળી જઈએ.

સાચો સથવારો તારો મને જીવતરનો લાગે.

વિયોગને કહો જરા છેટો રેજે.


તું દૂર જાય ના કદીએ ભૂલાય ના,

છે સાથ જરૂરી તારો,

વિયોગને કહો જરા છેટો રેજે (૨)



Rate this content
Log in

Similar gujarati poem from Romance