STORYMIRROR

Hansa Shah

Romance

3  

Hansa Shah

Romance

સુંદરતા

સુંદરતા

1 min
199

મારા સ્પ્લેન્ડર ને એમના એકટીવા વચ્ચે ટકરાવ થઈ ગયો,

આ થતાં જ એકટીવાવાળીનો ચહેરો લાલઘુમ થઈ ગયો,


એમનો ગુસ્સો જોઈ મેં વિચાર્યું આજે તો મર્યાં

અને હું પરસેવે રેબઝેબ થઈ ગયો,


એ બોલ્યા એ ભૂલની સજા તારે ભોગવવી પડશે,

મેં વિચાર્યું આજનો દિવસ સાલો ખરાબ થઈ ગયો,


એ બોલ્યા જરા ધીમેથી ચલાવતો હોય તો

ડાફોળીયા છોકરીઓ બાજુ ઓછા મારતો હોય તો,

વળી પાછો બોલો છે ભૂલથી ટકરાવ થઈ ગયો,


મેં વિચાર્યું મનમાં કંઈક કરું ઉપાય છટકવાનો

મેં કહ્યું સુંદર ચહેરો જોઈ તમારો, ભાનભૂલી ટકરાવ થઈ ગયો,


એ મનમાં તો મલકાઈ ગયા પણ 

એ ગુસ્સો જાતે કરી કર્યો ને ચહેરો એમનો લાલ થઈ ગયો,


મેં કહ્યું હવે હું જાઉ મેડમ મારી ઓફિસને ટાઈમ થઈ ગયો,


એ ધીરેથી બોલ્યા ફરી કયારે ટકરાશો ?

અને હું તો રસ્તા વચ્ચેજ ઘાયલ થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance