Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Romance Others

3  

Mulraj Kapoor

Romance Others

અક્ષયનો ક્ષય

અક્ષયનો ક્ષય

1 min
124

તે તેને ખુબ ચાહતો હતો, 

એના જ સપના જોતો હતો, 

તે જીવનનું સપનું હતી, 

જાણે ખુશીનું ઝરણું હતી,

સાંભળતા જ એનો અવાજ, 

રણકી જતાં દિલના સાજ, 

તે ઊભી રહેતી અગાસીમાં, 

હાથ હલાવતી તે ખુશીમાં.

બંનેમાંથી કોઈએ ન કહ્યું, 

આટલી વાત "આઈ લવ યુ "

એમ કરી મહિના વીતી ગયા, 

બેચેનીમાં વરસો વીતી ગયા,

તે એક દિવસ હિંમત કરી, 

એકરાર કરવા હામ ભરી, 

કાંઈ પણ તે બોલે તે પહેલા, 

ક્ષમા બોલી "કેમ છે ભાઈલા ? 

"આ બનેવી તારા છે સામે ઉભેલા"

અક્ષયના પગે અંગાર ચંપાયો, 

વળતા પગલે તે પાછો ફર્યો. 

ક્ષમા તો ક્ષમાપાત્ર હતી, 

અક્ષયનો થયો ક્ષય.

વરસો વિતાવ્યા વિરહમાં, 

એ છે ક્ષયનો અક્ષય.

Rate this content
Log in

Similar gujarati poem from Romance