ઝંખના
ઝંખના
હું દરિયા કિનારે બેઠી છું,
વિચારોનાં સમુદ્ર મહી,
ખોવાયેલાં કો નવરત્નને,
શોધવાની અપેક્ષાએ,
મંથન કરું છું,
અરે ! તું ? આવી રીતે અહીં,
ખુશ થઈ જાઉં છું.
તરંગોમાં હાથ હલાવું છું,
ગ્રહી લેવા કરમા તને,
અરે ! તું ? તું ક્યાં જાય છે ?
મને છોડીને ! ?
શું હું તારા ભ્રમમાં ?
કે પછી તારી તીવ્ર ઝંખના !

