તારી યાદ
તારી યાદ
સતાવતી તારી યાદ મને વિરહમાં,
વિના વરસાદ જાણે ધરા તપે વિરહમાં.
યાદકરી તુજને તડપતો હું વિરહમાં,
ધરતી જેમ તડપતી વરસાદના વિરહમાં.
અસહ્ય થઈ પડ્યો હતો વિયોગ તારો,
જાણે એળે ગયો હોય જન્મારો મારો.
મુશ્કેલ બની ગયું દૂર રહેવું તારા વિના,
દુઃખીદિલ મારુ ઝુરતું યાદોમાં તારા વિના.
થતાં મિલન જાણે દિલને વળતી ટાઢક,
થતાં મિલન જેમ મેઘ-ધરતીનું થતી ઠંડક.

