STORYMIRROR

Ajit Chavda

Romance Others

4.8  

Ajit Chavda

Romance Others

પ્રશંસા તમારી

પ્રશંસા તમારી

1 min
832


સાગરથી પણ વધુ ગહન છે આંખો તમારી,

એટલે જ તો 'અજીજ'ની પ્રશંસા પામે છે આંખો તમારી.


નસીબવંતી બિંદી કેવી સોહાય છે ભાલ પર,

એટલે જ તો થઈ જાય છે આપોઆપ પ્રશંસા તમારી.


ગુલાબ કરતાંય વ્હાલી લાગે છે લાલાશ તમારી,

એટલે જ તો મોહી લે છે ગાલની આ લાલી તમારી.


સાક્ષાત વસે છે શારદા માત રસના પર તમારી,

એટલે જ તો ગમે છે આ કોયલ સમી વાણી તમારી.


મસ્તી ભર્યા વાયરાની સંગે લહેરાય છે કેશ તમારા,

એટલે જ તો વાહવાહી લૂંટી જાય છે લહેરાતી લટ તમારી..


નાજુક વેલ સમી લચકાય છે આ નમણી કાયા તમારી,

એટલે જ તો 'અજીજ' ના મુખે થાય છે હર પળ પ્રશંસા તમારી..!!


Rate this content
Log in

Similar gujarati poem from Romance