પ્રપોઝ
પ્રપોઝ
સામેથી આવતી જોઈ પ્રપોઝ તને કરી મેં,
એ જ પળે ધરાઈને તને આંખોમાં ભરી મેં.
જોઈએ મહામુલો અંજામ આપણી દોસ્તીને,
ફરી છે આપણી યાદોને તાજી કરી મેં.
આમ તો માત્ર છે એક ગુલાબ આ,
પણ દરેક પાંદડીમાં જો લાગણી ભરી મેં.
કહે હા કે ના એ પહેલાં તું જાણજે,
તારી સાથે મારી જિંદગી છે ધરી મેં.
માંગતો 'શાદ' અકલ્પ્ય સાથ તારો કારણ,
સ્વાર્થી સંસારમાં તારા સહારે મંઝિલ તરી મેં.

