STORYMIRROR

Dr Sejal Desai

Romance

4  

Dr Sejal Desai

Romance

પ્રણયની મજલ

પ્રણયની મજલ

1 min
545

શબદથી થતી દખલ, હું ન જાણું !

એ ગીતો કહો યા ગઝલ, હું ન જાણું!


વિચારો થકી આ પ્રયોગો ને માણી,

ઇરાદા તમારા નવલ, હું ન જાણું !


ફિદા આમ લોકો તમારાથી એ શાને ?

હ્ર્દયના એ ભાવો અસલ, હું ન જાણું !


નિહાળી ને ગાલો મહીં આમ ખંજન,

મનોબળ એ શાથી અચલ, હું ન જાણું!


ઘણાંય સમયથી આ રસ્તા છે સૂનાં,

પ્રણયની એ લાંબી મજલ, હું ન જાણું!


Rate this content
Log in

Similar gujarati poem from Romance